રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુર પાલિકા તંત્રની બેદરકારી ના કારણે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં આખલો ખાબકયો

રાધનપુર પાલિકા તંત્રની બેદરકારી ના કારણે ખુલ્લી ભૂગર્ભ ગટરમાં આખલો ખાબકયો
ગૌ સેવકો અને સેવાભાવી ટીમના યુવાનોએ નંદીને બહાર કાઢવા જહેમત ઉઠાવી; રાધનપુર પાલિકા તંત્ર ની બેદરકારી ને કારણે ખુલ્લી ભૂગૅભ ગટરમાં રખડતા ઢોર સહીત માણસો ખાબકતાં હોવાની ધટનાઓ બનતી હોય છે ત્યારે રવિવારે ખુલ્લી ભૂગૅભ ગટરમાં રખડતો આખલો ખાબકતાં જીવદયા પ્રેમીઓ સહિતના સેવાભાવી ટીમે આખલાને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી. રાધનપુર નગરપાલિકા તંત્ર ની વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી હોય તેમ અનેક સમસ્યાઓથી નગરજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો પાલિકા ની બેદરકારી ના કારણે શહેરની ખુલ્લી ભૂગૅભ ગટરમાં રખડતાં ઢોરની સાથે સાથે માણસો પણ પટકાતા હોવાની ધટનાઓ સજૉઈ રહી છે. ત્યારે પાલિકા સત્તાધીશો સાચા અર્થમાં શહેરીજનોને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની સાથે આવી ખૂલ્લી ભૂગૅભ ની ગટરો સુરક્ષિત બનાવે તેવી માંગ પ્રબળ બની છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર