પાટણ વ્રજ એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર

સોના ચાંદીના દાગીના સહિત ઘરવખરી સાથે બાઈક ની ચોરી ની ફરિયાદ નોંધાઈ; પાટણ શહેરના વ્રજભૂમિ સોસાયટી ખાતેના વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા જીગરભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિના મકાનમાં ગતરોજ ચોરીની ઘટના બની હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે.
ગાંધીનગરમાં માર્કેટિંગનો વ્યવસાય કરતા જીગરભાઈના વ્રજ એપાર્ટમેન્ટ ના ઘરમાંથી કોઈ અજાણ્યો ચોર કુલ ₹1,42,400ની કિંમતનો મુદ્દામાલ ચોરી ગયો છે.ચોરાયેલા સામાનમાં ₹50,000ની કિંમતની 10 ગ્રામની સોનાની ચેઈન, રૂ. 15,000 ની 5 ગ્રામની સોનાની વીંટી, રૂ. 2,500 નું સોનાનું પેન્ડલ અને 1,000 નો ચાંદીનો સિક્કો ચોરી કરી હતી. આ ઉપરાંત ઘરવખરીમાં રૂ. 16,000નું ગૉદરેજ કંપનીનું ફ્રિજ, રૂ. 2,900નોભરેલો ગેસ સિલિન્ડર, રૂ. 1,500નો તાંબાના બેડાનો સેટ, 30,000ની 25 જેટલી સાડીઓ અને રૂ. 1,500ના એલ્યુમિનિયમ-સ્ટીલના કરિયાણાના ડબ્બા પણ ચોરી કયૉ છે. ચોરે ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલી 40,000ની કિંમતની મોટરસાઇકલ (નંબર GJ 24 BL 2810) પણ ચોરી લીધી છે. આ અંગે જીગરભાઈ પ્રજાપતિએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Theft#Patan city#Crime#burglary#police investigation#local news#Residential Security#Gold and silver theft#Property crime#Gujarat News#House Robbery#Motorcycle Theft#Vraj Apartment
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
