ઢીમાના ખેડૂતો દ્વારા પોર્ટલ ફરી શરૂ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત

ગામમાં અંદાજે 2000થી વધુ ખાતેદારો હોવા છતાં માત્ર 300 જેટલા ખેડૂતોના જ ફોર્મ સમય મર્યાદામાં ભરાઈ શક્યા છે
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા વિસ્તારમાં સમય મર્યાદિત પોર્ટલના કારણે અનેક ખેડૂતો સરકારની સહાય યોજનાનો લાભ મેળવવામાં વંચિત રહ્યા છે. આ બાબતે આજે ઢીમાના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી પોર્ટલ ફરી શરૂ કરવાની માંગ કરી છે રજુઆતમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા શરૂ કરાયેલ પોર્ટલ સમય મર્યાદિત હોવાથી તમામ ખેડૂતો સમયસર ફોર્મ ભરી શક્યા નથી. ઉપરાંત ગામમાં વીજ ઉપકરણો અને સર્વર વારંવાર ડાઉન થવાની સમસ્યા રહેતી હોવાથી અનેક ખેડૂતોના ફોર્મ ભરાઈ શક્યા નહોતા કેટલાક ખેડૂતોના ખેતરોમાં આજે પણ પાણી ભરાયેલું હોવાથી તેમને ભારે નુકસાન થયું છે.
આવા અનેક ખેડૂતો ફોર્મ ભરવામાં વંચિત રહી ગયા છે ગામમાં અંદાજે 2000થી વધુ ખાતેદારો હોવા છતાં માત્ર 300 જેટલા ખેડૂતોના જ ફોર્મ સમય મર્યાદામાં ભરાઈ શક્યા છે, જ્યારે આશરે 1700 જેટલા ખેડૂતો હજુ પણ લાભથી વંચિત રહ્યા છે આ તમામ ખેડૂતોને સરકારની યોજનાનો લાભ મળી શકે તે માટે પોર્ટલ ફરી શરૂ કરવા તથા ફોર્મ ભરવાની સમય મર્યાદા વધારવાની ખેડૂતો અને ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ખેડૂતો દ્વારા તંત્રને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદનો સ્થાપના દિન: ૧૨૦૦ વધુ શાળાઓમાં ગુંજ્યો 'જિલ્લા વિકાસ'નો સંકલ્પ!
16 કલાક પહેલા
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
4 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
6 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
1 અઠવાડિયા પહેલા
