રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સુઇગામ તાલુકાના કોરેટી ગામની કેનાલમાં પાણી છોડાયું : ખેડૂતોમાં આનંદની લાગણી

સુઇગામ તાલુકાના કોરેટી ગામની કેનાલમાં પાણી  છોડાયું : ખેડૂતોમાં આનંદની લાગણી

ગતરોજ રખેવાળ દૈનિક સમાચાર પત્ર માંશિયાળુ સિઝન શરૂ થઈ ગઈ છતાં હજુ સુધી સુઈગામ તાલુકાના કોરેટી ગામની કેનાલમાં પાણીનું એક પણ ટીપું પડ્યું નથી. જે અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ જવાબદાર નર્મદા વિભાગે ગંભીર નોંધ લઈ કોરેટી પંથકના ખેડૂતો રવિ પાકના વાવેતર માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે કેનાલોમાં પાણી છોડતા આ વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી જોવા મળી છે. આ પંથકના ખેડૂતોએ જણાવ્યા અનુસાર રવિ પાકના વાવેતર માટે નવેમ્બર માસ પૂરો થવા આવ્યો હતો. 

જે મુદ્દે આ વિસ્તારના લોકો પાણીથી વંચિત હોઈ કોરેટી માયનોર કેનાલમાં રવિ સિઝન ના પહેલો તબક્કો શરૂ થતાં પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. પાણી માટે આ વિસ્તારના ખેડૂતો કાગ ડોળે રાહ જોઈ બેઠા હતા. જેની જવાબદાર તંત્રએ ગંભીર નોંધ લઈ ખરા સમય પાણી છોડતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કોરેટી પંથકના ખેડૂતોને રવિ સિઝનમાં પાણી મળતા મીડિયાનો અને જવાબદાર તંત્રનો આભાર માન્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર