પ્રતાપપુરા કેનાલમાં છેલ્લા દસ વર્ષથી સિંચાઈનું પાણી ન આવતાં વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. પાણીના અભાવે ખેતીલાયક જમીન વેરાન બની ગઈ છે અને પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. પોતાની વ્યથા અને તંત્ર સામેનો વિરોધ વ્યક્ત કરવા માટે ખેડૂતોએ સુકાઈ ગયેલા ખેતરોમાં જઈ ધૂળ ઉડાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
આ દરમિયાન ખેડૂતોએ ભેગા મળીને રામધૂન બોલાવી હતી અને સત્તાધીશોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. દાયકા વીતી જવા છતાં કેનાલમાં પાણી ન પહોંચતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. ખેડૂતોએ તાત્કાલિક પ્રતાપપુરા કેનાલમાં પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે.





