રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરની વજાપુર માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાયા

ભાભરની વજાપુર માઈનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાયા

વ્યાપક નુકશાનથી ખેડૂતોમાં રોષ છવાયો

ભાભર તાલુકાના વજાપુર ગામની સીમમાંથી પસાર થતી વજાપુર માઈનોર કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમોએ કેનાલના ગેટમેન સહિત જવાબદાર નર્મદા વિભાગ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી જણાવ્યું હતું કે અમારા ખેતરોમાંથી પસાર થતી કેનાલનો ભાગ નીચો હોવાથી કેનાલ સાંકડી તેમજ સફાઈના અભાવે વારંવાર અહીં કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ભરાઇ જાય છે. ગત સોમવારની રાત્રે કેનાલ ઓવરફ્લો થતાં પાણી દિવેલાના ઉભા પાક તેમજ આજુબાજુના ખેતરમાં ભરાઈ જતાં હવે વાવેતર કઈ રીતે કરવું તે મોટો સવાલ ઉભો થયો છે. ચોમાસું સિઝન તો નિષ્ફળ ગઈ પરંતુ શિયાળુ સિઝન પણ નર્મદા વિભાગના જવાબદાર તંત્રના પાપે નિષ્ફળ જવાની ભિતિ સેવાઈ રહી છે. સત્વરે યોગ્ય ધટતુ કરીને કેનાલની હાઈટ વધારવામાં આવે તેવી  ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર