રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદની નર્મદા કેનાલમાં ખાબકેલા આખલાનું રેસ્ક્યુ: ફાયર બ્રિગેડની નંદીને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી

થરાદની નર્મદા કેનાલમાં ખાબકેલા આખલાનું રેસ્ક્યુ: ફાયર બ્રિગેડની નંદીને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી

બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાંથી જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરતી એક ઘટના સામે આવી છે. અહીં થરાદ પાસેથી પસાર થતી વિશાળ નર્મદા કેનાલમાં અચાનક એક આખલો (નંદી) ખાબક્યો હતો. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી મૂંગા પશુ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું અને તેના ડૂબી જવાનો ગંભીર જોખમ ઊભો થયો હતો. આ બાબતની જાણ થતા જ આસપાસના સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પશુના જીવ બચાવવા માટે તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કેનાલના ઊંડા પાણી અને તેજ પ્રવાહ વચ્ચે ફાયર જવાનોએ ભારે જહેમત અને રેસ્ક્યુ સાધનોની મદદથી આખલાને સહીસલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. સમયસર કરેલી આ કામગીરીથી મૂંગા પશુનો આબાદ બચાવ થયો હતો, જેને લઈને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર ટીમની સરાહના કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર