ભાભર તાલુકામાં આવેલા બલોધણ ગામથી દેવકાપડી ગામ સુધી જૂનો અને બિસ્માર હાલતમાં જુનો રોડ હતો. જેમાં આ બંને ગામના લોકોને તથા આ રોડ ઉપર રાહદારીઓને ચાલવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. રોડ પેવર થતાં ખખડધજ રોડની વર્ષો જૂની સમસ્યા દૂર થતાં લોકોએ રાહત અનુભવી છે. આ બાબતે રોડના એસઓ પ્રવિણભાઈ રાવલ દ્વારા જણાવેલ કે આ રોડ વર્ષ 2025 માં ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ હેઠળ રિસરફેસ માટે મંજૂર કરવામાં આવેલ હતો.
જેને માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ શિહોરી જિલ્લો બનાસકાંઠાની દેખરેખ હેઠળ કામ આપેલ હતું. જેમાં રોડ બાંધકામ માટે થોડા સમય પહેલા પ્રોટેક્શન દિવાલનું અને નાળાંનું કામ કરી અત્યારે 31/10/2026 ના રોજ ડામરની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી. જેમાં ગોળાઈ પહોળી કરવાનું કામ અને અમુક જગ્યાએ જૂના રોડમાં પાણી ભરાતું હોઈ એ જગ્યા પર રોડ તૂટી જતો હતો એ જગ્યાએ મેટલ કામ દ્વારા રેઝિંગ કરી રોડ ઊંચો ઉપાડેલ છે. અને તા 4/11/2026 ના રોજ આ રોડનું ડામર કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વર્ષોથી આ રોડ તુટી ગયેલો હતો. રોડ પેવર થતાં અને સારો બનતા સરકારનો આભાર માનીએ છીએ. આ રોડ ઉપર અવરજવર સરળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.





