રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદમાં બંધારણ દિવસની ઉજવણી: ભાજપ દ્વારા ગૌરવ પદયાત્રાનું આયોજન

વાવ-થરાદમાં બંધારણ દિવસની ઉજવણી: ભાજપ દ્વારા ગૌરવ પદયાત્રાનું આયોજન

સમગ્ર દેશમાં ૨૬ નવેમ્બરના રોજ ઉજવાતા 'બંધારણ દિવસ' નિમિત્તે વાવ અને થરાદ પંથકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભાજપના સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈને નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય 'ગૌરવ પદયાત્રા' યોજી હતી.

દેશભક્તિના નારા અને બંધારણ પ્રત્યેના સન્માન સાથે નીકળેલી આ પદયાત્રા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. અહીં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની વંદના કરી હતી. આ કાર્યક્રમ થકી નાગરિકોમાં બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રએકતાનો સંદેશો ગુંજતો કરવામાં આવ્યો હતો.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર