રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની આવકો ઘટી

ઊંઝાના ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની આવકો ઘટી

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ માર્કેટયાર્ડ ખાતે ભર ઉનાળે પડેલ માવઠાથી તમાકુની આવકો ઘટી છે. સપ્તાહ દરમિયાન દૈનિક 50 હજાર બોરીની આવકો જોવા મળી હતી. અત્યારે માત્ર ૧૦ હજાર બોરીની આવકો રહી છે. જેના સામે સરેરાશ મણના ભાવ ૧૧૦૧ થી ૨૩૧૫ રૂપિયા રહેવા પામ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે પડેલ કમોસમી વરસાદના કારણે આવક ઘટી છે.ઉનાવા એપીએમસીમાં એપ્રિલ અને મે મહિનો તમાકુની ફુલ સિઝન છે. અચાનક આવેલ વાતાવરણમાં પલટાને લઈને ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા છે. જેની અસર તમાકુની આવકો પર જોવા મળી રહી છે. આ વાતાવરણને કારણે આ સપ્તાહ આવક ઓછી રહેશે. વાદળ છાયુ વાતાવરણ દુર થયા તો આગામી સપ્તાહમાં આવકો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.બીજી તરફ એરંડાની ૯૬૨ બોરીની આવકો નોંધાઈ છે. એરંડાની સીઝન શરૂ થતાં આવકો આગામી સમયમાં જોર પકડશે. એરંડાના મણના ભાવ ૧૦૦૦ થી ૧૨૦૫ રૂપિયા રહેવા પામ્યા છે. હાલ એરંડાની આવકો મહેસાણા જિલ્લામાંથી આવી રહી છે. મે મહિનામાં એરંડાની આવકોનો પ્રારંભ થયો છે. અને આગામી સમયમાં આવકો વધશે તેવું લાગી રહ્યું છે. ઉનાવા ગંજબજાર ખાતે સિઝનનો પ્રારંભ થતા આવક એક લાખ બોરી થવા પામી હતી જોકે ધીમે ધીમે આવકો ઘટી 50 હજાર બોરી થઈ હતી જોકે અચાનક વાતવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ આવકો ઘટી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર