રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા17 મે, 2025| Super Admin

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુર્હુત કરાયું હતું. નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન, કેચ ધ રેઈન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે. અધ્યક્ષએ જણાવ્યું કે, તળાવ ઊંડા કરવા, બોર અને કુવા રિચાર્જ, વેણ વધારે હોય ત્યાં નવા બોર કરવા, ખેત તલાવડી, સોસ કુવા સહિતના કાર્યો થકી જ પાણીના તળ ઊંચા લાવીને ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી શકાશે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. નર્મદાના નિર વડે તળાવો ભરવાની કામગીરી કરવામાં આવશે. રાજ્ય સરકારે જુના કુવા અને બોરને રિચાર્જ કરવા માટે ૯૦ ટકા જેટલી સબસીડી આપવા માટે પ્રતિબંધતા દર્શાવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં રહે તે માટે જિલ્લામાં સોસ કુવા બનાવવાનું અભિયાન સફળ બન્યું છે. અધ્યક્ષએ જણાવ્યું કે, બનાસ ડેરી ખેડૂતોને સોસ કુવા બનાવવા માટે ૫૦ ટકા રકમ ફાળવશે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો ચાલુ કરીને પશુપાલકોના આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કર્યા છે. તેમણે દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા તથા ઓલાદ સુધારણા માટે કામ કરવા આહવાન કર્યું હતું. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, આવનાર પેઢી માટે પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર અને બનાસડેરીના સહયોગથી જિલ્લામાં સુજલામ સુફલામ્ અંતર્ગત તળાવ ઊંડા કરવા તથા સોસ કુવા બનાવવાની પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. તેમણે ખેડૂતોને વધુમાં વધુ જળ સંચય માટે કામ કરવા આહવાન કર્યું હતું.

સંબંધિત સમાચાર