રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર-અંબાજી હાઈવે પર નશાના કાળા કારોબારનો પર્દાફાશ!

પાલનપુર-અંબાજી હાઈવે પર નશાના કાળા કારોબારનો પર્દાફાશ!

ઈકો કારમાંથી કોડીન સિરપની 720 બોટલો ઝડપાઈ:બે શખ્સો પોલીસ સકંજામાં

72 કિલો નશાયુક્ત કફ સિરપ સહિત રૂ.11.80 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લામાં દવાની આડમાં નશાનો કાળો કારોબાર ચાલતો હોવાની બુમરાણ વચ્ચે પાલનપુર-અંબાજી હાઈવે પરથી કોડીનયુક્ત કફ સિરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ધનપુરા પાટિયા નજીક વાહન ચેકિંગ દરમિયાન બનાસકાંઠા SOGની ટીમે એક ઈકો ગાડી માંથી કોડીન સિરપની 720 બોટલો કબજે કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 72 કિલોગ્રામ વજનનો આ જથ્થો સહિત રોકડ રકમ, મોબાઈલ અને ઈકો ગાડી મળી કુલ રૂ.11,80,530નો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,  SOG પોલીસની ટીમ પાલનપુર- અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન બપોરે આશરે 2:55 વાગ્યાના સુમારે GJ-18-BK-0739 નંબરની એક ઈકો ગાડી આવતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. ગાડીમાં બે શખ્સો સવાર હતા. તપાસ દરમિયાન ગાડીની વચ્ચેની અને પાછળની સીટ પર ખાખી પૂંઠાનાં છ બોક્સ મળી આવ્યાં હતાં. બોક્સ ખોલીને તપાસ કરતાં તેમાં શંકાસ્પદ નશાયુક્ત કફ સિરપની બોટલો મળી આવી હતી. આ જથ્થો રાખવા અંગે ગાડીમાં સવાર બંને શખ્સો કોઈ આધાર-પુરાવા કે જરૂરી પરવાનગી રજૂ કરી શક્યા નહોતા.

જેથી SOG PI આર.જી. ચૌધરીને જાણ કરવામાં આવતાં NDPS એક્ટ હેઠળ રેઇડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન છ બોક્સમાંથી 100 MLની કુલ 720 બોટલો મળી આવી હતી. જેમાં CODEINE PHOSPHATE અને TRIPROLIDINE HYDROCHLORIDE ધરાવતી ANREX COUGH SYRUPની કુલ 72 કિલોગ્રામ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.8,47,080 આંકવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર