રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં રૂ. ૧૫.૪૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

બનાસકાંઠામાં રૂ. ૧૫.૪૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ

બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ ૨,૬૦૨ નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ-બિયરના જથ્થા સહિત કુલ રૂ. ૧૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર