રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જૂનાડીસા–સમૌ રોડ છ મહિનામાં જ ઉખડ્યો...! મોટા સર્કલ પાસે પડેલા ખાડાએ બાંધકામની ગુણવત્તાની પોલ ખોલી

જૂનાડીસા–સમૌ રોડ છ મહિનામાં જ ઉખડ્યો...!  મોટા સર્કલ પાસે પડેલા ખાડાએ બાંધકામની ગુણવત્તાની પોલ ખોલી

ડબલ લાઇન ડામર રોડની કામગીરી સામે સવાલો, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

ડીસા તાલુકાના જૂનાડીસાથી સમૌ ગામને જોડતા ડબલ લાઇન ડામર રોડની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. રોડ બનાવ્યાના માત્ર છ મહિનામાં જ જૂનાડીસા મોટા સર્કલ પાસે મોટો ખાડો પડી જતાં બાંધકામની ગુણવત્તા સામે અનેક પ્રશ્નો સર્જાયા છે. લાખોના ખર્ચે બનેલા માર્ગની આટલા ટૂંકા સમયમાં આવી હાલત થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક જાગૃત નાગરિક યુનુસભાઈના જણાવ્યા મુજબ, છ મહિના અગાઉ બનાવવામાં આવેલા આ માર્ગ પર ટૂંકા ગાળામાં જ ખાડા પડવા લાગ્યા છે. બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોવાની આશંકા સાથે કામગીરી સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય તપાસ કે નિરાકરણ આવ્યું ન હોવાની ફરિયાદ ઉઠી છે. રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે ખાડો અકસ્માતનું જોખમ બની રહ્યો છે.

સ્થાનિક લોકોની માંગ છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી રોડના બાંધકામની ગુણવત્તાની તટસ્થ ચકાસણી કરે અને ખાડાનું તાત્કાલિક સમારકામ કરાવે. જો બાંધકામમાં ગેરરીતિ કે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. છ મહિનામાં જ રોડની આવી હાલત થઈ હોય ત્યારે તંત્ર માત્ર સમારકામથી સંતોષ માનશે કે બાંધકામની ગુણવત્તાની પણ તપાસ કરશે તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર