રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં પાણીની સમસ્યા વકરી! વોર્ડ નં. 3માં મેન વાલ્વ બગડતાં એક દિવસ પાણી પુરવઠો બંધ

પાલનપુરમાં પાણીની સમસ્યા વકરી! વોર્ડ નં. 3માં મેન વાલ્વ બગડતાં એક દિવસ પાણી પુરવઠો બંધ

1.50 લાખની વસ્તી સામે પાલિકા પાસે માત્ર એક જ જર્જરિત ટેન્કર હોવાનો આક્ષેપ : વધુ ટેન્કર વસાવવા શહેરીજનોની માંગ

પાલનપુર શહેરના વોર્ડ નંબર-3માં પીવાના પાણી નો મુખ્ય વાલ્વ બગડી જતાં છેલ્લા બે દિવસથી પાણી પુરવઠાની સમસ્યા સર્જાઈ હતી. વાલ્વમાં ખામી સર્જાતાં એક દિવસ સુધી અનેક વિસ્તારોમાં પાણીનો સપ્લાય બંધ રહેતાં સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પાલનપુર શહેરમાં શિવનગર, આસોપાલવ, કોલેજ કમ્પાઉન્ડ, ભાગ્યોદય, શક્તિનગર, નેમિનાથ અને વાલ્મીકિપૂરા સહિતના વિસ્તારોમાં લીલાશાહ કુટિયા પાસે આવેલા પાણીના ટાંકા મારફતે પાણી પુરવઠો કરવામાં આવે છે. જોકે, મુખ્ય વાલ્વમાં ખામી સર્જાતાં પાણી પુરવઠા વિભાગની ટીમ તાત્કાલિક સમારકામ માટે દોડી ગઈ હતી અને નવો વાલ્વ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં બીજા દિવસે સપ્લાય શરૂ કરવામાં ટેકનિકલ ખામી સર્જાતાં સવારે પાણી મળી શક્યું નહોતું.

બીજી તરફ, પાણીની સમસ્યા વચ્ચે શિવનગર સહિતના વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ પાલિકા પાસે શહેરની અંદાજે 1.50 લાખની વસ્તી સામે માત્ર એક જ પાણીનું ટેન્કર હોવાની બાબત સામે આવી છે. આ ટેન્કર પણ જર્જરિત હાલતમાં હોવાના કારણે ચારેય બાજુની ટાંકીમાંથી પાણી લીકેજ થાય છે અને રસ્તામાં જ પાણીનો મોટો જથ્થો વેડફાઈ જાય છે. નોંધનીય છે કે, પાલિકાને સરકાર તરફથી વિકાસ અને સુવિધાઓ માટે લાખો રૂપિયા ની ગ્રાન્ટ મળતી હોવા છતાં પીવાના પાણી જેવી પાયાની સુવિધા માટે પૂરતાં ટેન્કરની વ્યવસ્થા ન હોવાને કારણે શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર