રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ20 જાન્યુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ યુનિ.સંલગ્ન 14 કોલેજોને યુનિવર્સિટી દ્વારા નિયમ ભંગ બદલ ખુલાસા રજૂ કરવા માટે નોટિસ અપાશે

પાટણ યુનિ.સંલગ્ન 14 કોલેજોને યુનિવર્સિટી દ્વારા નિયમ ભંગ બદલ ખુલાસા રજૂ કરવા માટે નોટિસ અપાશે
યુનિવર્સિટી બોડૅ ઓફ મેનેજમેન્ટ ની બેઠકમાં નિણૅય લેવાયો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે વહીવટી નિર્ણયો સાથે કોલેજો સામે આવેલી રજૂઆતો અને અહેવાલ અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં એક કોલેજને વિદ્યાર્થીની પરીક્ષામાં બેદરકારી બદલ 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન 14 કોલેજો સામે ગેરરીતિઓ અંગે આવેલી રજૂઆત અનુસંધાન કરાયેલ તપાસના રિપોર્ટ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે અનુસંધાન કોલેજોને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે નોટિસ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.યુનિવર્સિટી સંલગ્ન 14 જેટલી કોલેજોમાં વિવિધ નિયમ ભંગ અને ગેરરીતી બદલની ફરિયાદો આવતા યુનિવર્સિટી દ્વારા કમિટી રચી તપાસ સોંપવામાં આવી હતી.કમિટી દ્વારા કરાયેલા તપાસ નો રિપોર્ટ કમિટીમાં રજૂ થયો હતો કમિટી દ્વારા રિપોર્ટ અનુસાર કાર્યવાહી માટે 14 કોલેજોને પોતાનો ખુલાસો રજુ કરવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.આ બેઠકમાં રજીસ્ટ્રાર ડૉ. રોહિતભાઇ દેસાઈ સહિતના સભ્યો હાજર રહ્યાં હતાં.    

સંબંધિત સમાચાર