રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ19 માર્ચ, 2025| Super Admin

પાટણ પોલીસે જાહેર સ્થળો પર વિશેષ ડ્રાઇવ યોજતા અસામાજિક તત્વોમાં ફફડાટ

પાટણ પોલીસે જાહેર સ્થળો પર વિશેષ ડ્રાઇવ યોજતા અસામાજિક તત્વોમાં ફફડાટ
550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કયૉ બાદ અટકાયતી પગલા ભરાશે રાજ્યમાં ગુંડા તત્વો સામે કાર્યવાહી માટે પોલીસ વિભાગને કરાયેલ સૂચના મુજબ પાટણ જિલ્લામાં ખંડણી, વ્યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, મિલકત અને મારામારીના બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા 550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કરવામાં આવી રહી છે.જે બાદમાં તેમની સામે પોલીસ દ્વારા અટકાયતી પગલા ભરવામાં આવનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી,એસઓજી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા સોમવારની રાત્રે શહેરના જાહેર સ્થળો પર વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પાન પાર્લર અને ચાર રસ્તા પર બેસતા અસામાજિક તત્વોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ડીવાયએસપી કે.કે. પંડ્યાના નેતૃત્વમા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બગવાડા દરવાજા, નવજીવન ચાર રસ્તા, ટીબી ત્રણ રસ્તા, ઊંઝા ત્રણ રસ્તા અને સુદામા ચાર રસ્તા પર વિશેષ તપાસ અભિયાન ચલાવ્યું હતું. હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચ (બ્લેક ફિલ્મ) વાળી ગાડીઓને ડિટેઈન કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ સ્થળોએથી શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી.તો પોલીસ તપાસ દરમ્યાન એક સ્કોર્પિયો ગાડી માંથી છરી સાથે એક યુવક પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એકી સાથે પોલીસ કાફલાની હાજરી અને તપાસને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે તેવી આશા શહેરીજનો એ વ્યકત કરી પોલીસ ની કામગીરી ને સરાહનીય લેખાવી છે.

સંબંધિત સમાચાર