રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસમાં રાયડાની 50 હજારથી વધુ બોરીની આવક

પાટણ માર્કેટ યાર્ડમાં છેલ્લા દસ દિવસમાં રાયડાની 50 હજારથી વધુ બોરીની આવક
એક ક્વીન્ટલ રાયડા નો નીચો ભાવ રૂ.4810 અને ઉંચો ભાવ રૂ.5975 સાથે સરેરાશ ભાવ રૂ 5,438 રહ્યો પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની સુખાકારી સાથે વેપારીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખુલ્લી હરાજી, ખરુ તોલ અને રોકડા નાણાંના વ્યવહારના કારણે પંથકના ખેડૂતો પોતાની જણસોનું વેચાણ કરવા મોટી માત્રામાં પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવતાં હોય છે. હાલમાં પાટણ પંથકમાં રાયડાનું મબલખ ઉત્પાદન થયું હોય પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ખેડૂતો પોતાના રાયડાનું વેચાણ કરવા ખાનગી વાહનો, ટ્રેક્ટરો, ઉટલારીઓ મારફતે વહેલી સવારથી જ આવતા હોય છે. ત્યારે ખેડૂતોના ઉત્પાદનનું પૂરેપૂરું વળતર મળે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ વ્યાપારીઓને વિશ્વાસમાં રાખી  ખેડૂતોના પાકનો ખરો તોલ અને તેના પૂરતા રોકડમાં નાણા મળે તે માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તારીખ 17 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન અંદાજીત 50 હજારથી વધુ બોરી રાયડાની આવક થઈ હોવાનું અને રાયડાના નીચા ભાવ કવીન્ટલે રૂ. 4810 થી માંડીને ઊંચા ભાવ રૂ. 5975 સાથે સરેરાશ ભાવ રૂ 5438 રહ્યો હોય ખેડૂતો ને રાયડાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોવાનું પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર