રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ; સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૮ અરજદારોએ પોતાની રજુઆત કરી

પાટણ; સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૧૮ અરજદારોએ પોતાની રજુઆત કરી
જિલ્લા કલેકટરે તમામ અરજદારોની રજુઆત સાંભળી જેતે વિભાગના વડા ને નિરાકરણ લાવવા સુચિત કયૉ; પાટણ કલેકટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં સોમવારે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૮ અરજદારો એ પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી જે પ્રશ્નોને જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે સાભળી તેના નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓને સુચિત કયૉ હતાં. પાટણ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મા જમીન માપણી, મફત પ્લોટ ફાળવી આવવા બાબત,પાક નુકશાન સહાય,મકાન સહાય, તળાવ ભરવા, ખેતીની જમીનનું ધોવાણ અટકાવવા, દબાણ અને ગંદકી દૂર કરવી, ગટરની સફાઈ વગેરે સંદર્ભે ૧૮ અરજદારો તરફથી અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટરે અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ વડા વી. કે.નાયી,નિવાસી અધિક કલેક્ટર વી.એલ.બોડાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર