રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 માર્ચ, 2025| Super Admin

કલેકટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન તથા બાળકીઓને કરાઈ પ્રોત્સાહિત

કલેકટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન તથા બાળકીઓને કરાઈ પ્રોત્સાહિત
૧૦ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત ૨૫ હજારની એફ.ડી, ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને કરાયા પ્રોત્સાહિત ઝુપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતી ૧૪ દીકરીઓનું અધિક કલેકટરના હસ્તે કરાયું સન્માન; સમગ્ર વિશ્વમાં ૮ માર્ચના રોજ ૧૧૨માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે જેના અનુસંધાને આજરોજ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું. મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને ૯૦.૪ એફ.એમ રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ૧૦ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત ૨૫ હજારની એફ.ડી, ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝુપડપટ્ટીમાં રહેતા દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે. તેમાં શિક્ષણ આપતી કુલ ૧૪ દીકરીઓને અધિક કલેકટર દ્વારા સન્માન કરાયું હતું. ઝીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં ૨૮૦૦ જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી તેમનું પણ સન્માન કરાયું હતું. આ અંગે મહિલા કલા નિધિ ટ્રસ્ટના ચેરમેન રશ્મી હાડાએ જણાવ્યું કે, બેટી બચાઓ બેટી પઢાઓ સાથે આ ટ્રસ્ટ છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે. સમાજમાં એક સંદેશ જાય કે દીકરીઓ માટે જેટલું સારું કાર્ય કરીએ એટલું ઓછું છે. આ કાર્યક્રમમાં ડૉ.સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર