રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના જર્જરીત જીઆઇડીસી રોડ ઉપર કપચી પથરાઈ; વર્ષોથી ભંગાર હાલતમાં

ડીસાના જર્જરીત જીઆઇડીસી રોડ ઉપર કપચી પથરાઈ; વર્ષોથી ભંગાર હાલતમાં
ડીસાનો જીઆઇડીસી રોડ છેલ્લા કેટલાક વર્ષોથી ભંગાર હાલતમાં ઉબડ ખાબડ બની ગયો હતો. રોડ ઉપર ઠેકઠેકાણે ખાડા પડી ગયા હતા. જેથી રાહદારીઓને ચાલવું મુશ્કેલ બની ગયું હતું. જ્યારે વાહન ચાલકોને પણ માર્ગ અકસ્માતની દહેશત વર્તાતી હતી.જેથી રોડના સમારકામ માટે જાગૃત લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ તંત્ર લોકોની વ્યાજબી રજૂઆતો કાને ધરતું નહતું. જોકે હાલમાં આ રોડ ઉપર આવેલી ફટાકડાની ફેકટરીમાં સર્જાયેલ અગ્નિકાંડના બનાવના પગલે આ રોડ ઉપર રાજ નેતાઓ સાથે અધિકારીઓની અવર જવર વધી પડી છે. જેના કારણે તંત્ર દ્વારા રોડ ઉપર પડેલ ખાડાઓમાં માત્ર કપચી નાખી સંતોષ માનવામાં આવ્યો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર