પાલનપુરમાં જી.પી.એસ.સી.ની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન, 5 મિનિટ લેટ પડતા 25 ઉમેદવારો પરીક્ષાથી રહ્યા વંચિત

23 પરીક્ષા કેન્દ્રો પર 4897 ઉમેદવારોએ પરીક્ષા આપી: 866 ઉમેદવારો રહ્યા ગેરહાજર
પાલનપુરમાં 5 મિનિટ લેટ પડતા 25 ઉમેદવારો પરીક્ષાથી રહ્યા વંચિત; ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી.ની પરીક્ષા યોજાઈ હતી. કલાસ-1 અને 2 માટે યોજાયેલી પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં 866 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પાલનપુરમાં 25 ઉમેદવારો 5 મિનિટ લેટ પડતા પરીક્ષાથી વંચિત રહ્યા હતા. જોકે, પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં જી.પી.એસ.સી. આયોજિત કલાસ-1 & 2 ની પરીક્ષા યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં 5763 ઉમેદવારો જી.પી.એસ. સી.ની પરીક્ષામાં નોંધાયા હતા. જોકે, આજે 23 પરીક્ષા કેન્દ્રો પર થી 4897 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 866 ઉમેદવારો ગેરહાજર રહેતા 84.97% હાજરી નોંધાઇ હોવાનું ડી.ઇ.ઓ. ડો.હિતેશ પટેલે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરના વિદ્યામંદિર પરીક્ષા કેન્દ્ર પર 25 જેટલા ઉમેદવારો 5 મિનિટ લેટ પડતા તેઓને પ્રવેશ ન આપતા તેઓ પરીક્ષાથી વંચિત રહેતા નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, ઓવરઓલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.
ટેગ્સ:#Palanpur#Education#Gujarat Government#Banaskantha District#Examination Centers#Student Displeasure#GPSC Exam#Class-1 and Class-2 Exams#Exam Attendance#Candidate Absence#Exam Security#Late Candidates#Peaceful Conduct#State Examinations
સંબંધિત સમાચાર
બનાસકાંઠાભારતમાલા હાઈવે પર એસએમસીની કાર્યવાહી: 64.59 લાખનો દારૂ, ત્રણ લક્ઝરી વાહનો જપ્ત; 8 વોન્ટેડ
17 કલાક પહેલા
બનાસકાંઠામુડેઠા નજીક ટ્રેલર હાઈવે પરથી ઉતર્યું:ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
18 કલાક પહેલા
બનાસકાંઠાઆગથળા પોલીસની મોટી સફળતા: હડાદની વાહન ચોરીના ગુનામાં આરોપી બાઈક સાથે ઝડપી પાડ્યો
19 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં ચૂંટણી તંત્રના છબરડાથી ડિજિટલ દાવાઓની ખુલી પોલ
20 કલાક પહેલા
