રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 એપ્રિલ, 2025| Super Admin

પાટણમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો ધમકી ભર્યો ઇ-મેલ

પાટણમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો ધમકી ભર્યો ઇ-મેલ
પાટણમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનો ધમકી ભર્યો ઇમેઇલ મળવા દોડધામ મચી ગઈ હતી. બપોરે પાટણ કલેક્ટરના ઇમેલ આઇડી પર ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો હતો. જેમાં કલેકટર કચેરીમાં બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. બ્લાસ્ટનો ધમકી ભર્યો ઇમેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેકટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપી હતી. કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી હતી. પાટણ કલેકટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત એલસીબી, એસઓજી, બી  ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખડકાઈ જવા પામી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેકટર કચેરીમાં IED બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાટણ કલેકટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ પોતાના કર્મચારીઓએ ઘરે જવાની ફરજ પડી હતી. ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ધમકીને પગલે હજુ પણ કલેક્ટર કચેરીમાં બોમ્બ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર