રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ શહેરમાં આડેધડ ચાલી રહેલા ખોદ કામને લઈ કોંગ્રેસે પાલિકામાં હંગામો મચાવ્યો

પાટણ શહેરમાં આડેધડ ચાલી રહેલા ખોદ કામને લઈ કોંગ્રેસે પાલિકામાં હંગામો મચાવ્યો
ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી; પાટણ શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર રોડ ખોદકામના મુદ્દે શનિવારે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. પાટણ કોંગ્રેસ આગેવાનો અને કોંગ્રેસના કોર્પોરેટરોએ પાલિકા ખાતે ભાજપ શાસિત નગરપાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ચિફ ઓફિસરને અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે કોઈપણ કોન્ટ્રાક્ટર કે એજન્સીએ રોડ ખોદકામ પહેલાં નગરપાલિકા પાસેથી જરૂરી પરવાનગી મેળવવાની ફરજિયાત બનાવવામાં આવે. કામગીરી શરૂ કરતા 7 દિવસ પહેલા પાલિકાના અધિકારીને રિપોર્ટ આપવો.ખોદકામ પહેલા પાણીની પાઈપ લાઈન અને ભૂગર્ભ ગટરની લાઈનોની સ્થિતિની ચકાસણી કરવાનું ફરજિયાત બનાવવું માંગ છે.જૂના અને સાંકડા વિસ્તારોમાં મશીનરીથી ખોદકામ પર પ્રતિબંધની માંગ પણ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરોએ પ્લમ્બરોની ટીમ સાથે રાખવી અને તેમની યાદી પાલિકામાં જમા કરાવવી જરૂરી છે. રોડ ખોદકામની લાગત પેટે કોન્ટ્રાક્ટર પાસેથી ડિપોઝિટ લેવાની માંગ છે. ખોદકામ બાદ રોજેરોજ પાણીનો છંટકાવ અને રોડ લેવલિંગ તાત્કાલિક કરવાની સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટિયાના જણાવ્યા મુજબ શહેરમાં થતા આડેધડ ખોદકામ તાત્કાલિક બંધ કરવા અને નિયમ ભંગ કરનાર કોન્ટ્રાક્ટરોની મશીનરી જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનાર કોન્ટ્રાક્ટરોની ડિપોઝિટ માંથી નાણાં કાપવાની પણ માંગ કરવામાં આવી છે. આ બાબતે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાએ યુજીવીસીએલ અને એની એજન્સીને સૂચના આપી છે નગરપાલિકાની જે પણ પાણીની લાઈન કે ગટર લાઈન તૂટે એને 24 કલાકમાં રીપેર કરવી અને જ્યાં સુધી કોઈ જુની લાઈન રીપેર ન કરવામાં આવે ત્યાં સુધી નવી કોઈ પણ લાઈનનું કામ ન કરવું તે માટે સૂચના આપવામાં આવેલ છે અને જ્યાં સુધી જૂનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા અને તેની એજન્સીને નવી કામગીરી શરૂ કરવા નહીં દેવામાં આવે અને જે કામગીરી કરવાની થાય એ પ્રજાને હાલાકી ન પડે તે રીતના વ્યવસ્થિત રીતે કામગીરી કરવાની થાય તે માટે પણ સુચના આપવામાં આવી હોવાનું ચિફ ઓફિસરે જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર