રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ મામલતદાર કચેરી ખાતે "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઇ

પાટણ મામલતદાર કચેરી ખાતે "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઇ
કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં ૧૮ લોકેશન પર મોકડ્રિલ મિસાઈલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં આઇ.ઓ.સી.એલ. ટર્મિનલ, સિધ્ધપુર, જી.આઈ.ડી.સી. સિધ્ધપુર, સિધ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા,ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા,રાધનપુર નગરપાલિકા,આઇ.ઓ.સી.એલ.પાઇપલાઇન યુનિટ,રાધનપુર, એચ.પી.સી.એલ. પંપીંગ સ્ટેશન, સાંતલપુર એમ કુલ ૧૮ સ્થળોએ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ (મોકડ્રિલ) યોજાઇ હતી. પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નીરક્ષણ હેઠળ નગરપાલિકા વિસ્તાર, મામલતદાર કચેરી ખાતે લોક જાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ હતી. સૌ પ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિસાઈલ હુમલો અને ડ્રોન હુમલા જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઈક દ્વારા જાણકારી આપવામાં આવી હતી. તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું. પ્રાંત અધિકારી હિરેન પટેલે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ અંગે જણાવતા કહ્યું કે, મિસાઈલ અને ડ્રોન હુમલા થવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્લેક આઉટના સમય દરમિયાન બિનજરૂરી અવર જવર ટાળવા, અને લોકોને દેશ દાઝ સાથે લાઈટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટીતંત્ર વતી અપીલ કરી હતી. મોકડ્રિલમાં પોલીસ, ફાયર, વીજળી, આરોગ્ય અને નગરપાલિકા તેમજ વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર