બનાસકાંઠામાં રસપ્રદ બનેલી થરા માર્કેટયાર્ડની ચૂ઼ંટણીમાં અણદાભાઈ પટેલના 22 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. તેમની પેનલ હારી ગઈ છે.અને ભાજપની પરિવર્તન પેનલનો વિજય થયો છે.અણદાભાઈ જીત્યા પણ તેમની પેનલ ન જીતાડી શક્યા. માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે 4 વેપારી વિભાગ અને ખેડૂત વિભાગના 10 ડિરેક્ટરો માટે ભાજપની પરિવર્તન પેનલ અને ભાજપના જ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ની પેનલ એમ કુલ 28 ઉમેદવારો માટે સોમવારે 97% મતદાન યોજાયું હતું અને તેનું મંગળવારે સવારે 9 વાગ્યાથી 10 બુથો માં મતગણતરી હાથ ધરાઈ હતી તેમાં વેપારી વિભાગમાં ભાજપની પરિવર્તન પેનલના 3 ડિરેક્ટરો વિજેતા જાહેર થયા હતા અને ખેડૂત વિભાગના 10 માંથી 8 ડિરેક્ટરો વિજેતા જાહેર થયા હતા થરા માર્કેટ યાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલનો ઐતિહાસિક વિજય થયો હતો.
થરા માર્કેટ યાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલ નો ભવ્ય વિજય

ટેગ્સ:#Banaskantha#bjp#election results#Local Governance#Election Counting#Voter Turnout#Political Victory#Parivartan Panel#Thara Market Yard#Andabhai Patel#Market Yard Election#Commercial Department Directors#Farmers' Department Directors#Candidate Overview
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
19 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
20 કલાક પહેલા
