રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ મોબાઇલ લોન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

પાટણ મોબાઇલ લોન કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો

પાટણના આરોપી લાલાએ સિધ્ધપુરના હુઝેફાને 15 મોબાઈલ વેચ્યા હોવાનું કબૂલ્યું; પાટણ શહેરના સ્ટેશન રોડ પર આવેલા શ્રીદેવ કોમ્પ્લેક્ષની એચડીએફસી બેંકમાં મોબાઈલ લોન કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી લાલાભાઈ પરમાર (રહે. બેપાદર, તા. પાટણ) ની ધરપકડ બાદ તપાસમાં સિધ્ધપુરના હુજેફા મહંમદ યાસીનનું નામ સામે આવ્યું હતું. પોલીસે તેની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. લાલાભાઈની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે 25 થી 30 મોબાઈલની લોન કરાવી હતી. તેમાંથી 15 મોબાઈલ સિધ્ધપુરના હુજેફાને અને 5મોબાઈલ પાટણના શ્રીદેવ કોમ્પ્લેક્ષ સામેના જીઓ સ્ટોર પર આપ્યા હતા બાકીના મોબાઈલ અંગે તેણે કોઈ માહિતી આપી નથી. બેંક અધિકારી મેહુલ સોલંકી (રહે.અમદાવાદ) એ 8 એપ્રિલે 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ 25 થી 30 ગ્રાહકોને મોબાઈલ લોન અપાવી, મોબાઈલ ન આપતાં તેમના નામના બિલ સાથે અન્ય વ્યક્તિઓને વેચી દીધા હતા.કુલ રૂ. 3,44,472 ની લોન મંજૂર કરાવવામાં આવી હતી. આ રકમ રિલાયન્સ સ્ટોરના બેંક ખાતામાં જમા થઈ હતી. તેમાંથી રૂ. 2,08,500 ગ્રાહકોને મોબાઈલ પેટે ચૂકવ્યા હતા. બાકીની રૂ. 1,35,972ની રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી.પોલીસે હુજેફાની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર