રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 જૂન, 2025| Super Admin

પાલનપુર એરોમાં સર્કલ પાસે ડમ્પરની અડફેટે એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યું મોત

પાલનપુર એરોમાં સર્કલ પાસે ડમ્પરની અડફેટે એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યું મોત
હેલ્મેટ પહેરેલ એક્ટિવા ચાલકને પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ; પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિકની વિકટ સમસ્યાને પગલે એરોમાં સર્કલ અકસ્માત ઝોન સાબિત થયું રહ્યું છે. આજે એક્ટિવા ચાલક પર ડમ્પર ફરી વળતા ઘટના સ્થળ પર જ ચાલકનું કમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાના હલ માટે તંત્રએ અનેક અખતરા કરવા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત છે. અગાઉ અનેક નિર્દોષ લોકો એરોમાં સર્કલ પર અકસ્માતમાં મોત નિપજ્યા છે. પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક મુક્ત થવાના બદલે હવે અકસ્માતનું ઝોન પુરવાર થઇ રહ્યું છે. આજે પાલનપુર એરોમા સર્કલ પાસે એક્ટિવા ચાલક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એકટીવા ચાલક ડમ્પરના પાછળ ટાયરમાં આવી હતા. ચાલક પર ડમ્પર ફરી વળતા તેઓનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી કેમરમાં એક્ટિવા ચાલક હેલમેટ પહેરીને પસાર થતો હોય છે. પાછળ થી આવતા ડમ્પર એક્ટિવા ચાલકને અડફેટે લે છે. બાદમાં એક્ટિવા ચાલક પર ડમ્પરનું ટાયર ફરી વળે છે. આ અકસ્માતની ઘટનામાં ડમ્પર ચાલકની ગંભીર ભૂલ દેખાઈ આવે છે. કારણ કે એક્ટિવા ચાલક આગળ જાય છે તે પણ ડમ્પર ચાલકને દેખાતું નથી.અને એક્ટિવા ચાલક ને ટક્કર મારી થોડા અંતર સુધી ટ્રક જવા દે છે. જ્યારે ડમ્પરનું પાછળનું ટાયર યુવાન પર ફરી વળ્યાં બાદ ડમ્પર ચાલક બ્રેક મારે છે. એટલા માં જ ઘટના સ્થળે જ ચાલકનું  કમકમાટી ભર્યુ મોત નીપજે છે. મૃતક પાસે રહેલ એક્ટિવાના નંબર પરથી મળેલી વિગતો જોતા તે રાજાભાઈ ધર્માભાઈ ચૌહાણ રહે. નાનોસણા તા. વડગામનું હોવાનું જણાઈ આવ્યું છે.

સંબંધિત સમાચાર