રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જૂન, 2025| Super Admin

પાટણ ના વારાહી નજીકના માગૅ પર ટ્રેઈલર ચાલકે 100 થી વધુ ઘેટાંઓને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાયૉ

પાટણ ના વારાહી નજીકના માગૅ પર ટ્રેઈલર ચાલકે 100 થી વધુ ઘેટાંઓને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાયૉ
હાઈવે પર સજૉયેલ અકસ્માત ને પગલે ટ્રાફિક જામ સજૉયો પોલીસે ટ્રેઈલર ચાલકની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી પાટણ જિલ્લાના વારાહી નજીક માગૅ પરથી ગતરાત્રે બેફામ રીતે  ડ્રાઇવિંગ કરીને નીકળેલા ટ્રેઈલર ચાલકે 100 થી વધુ ઘેટાઓને હડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા ની ધટના થી હાઈવે માગૅ પર ટ્રાફિક જામની સાથે સાથે જીવદયા પ્રેમીઓમાં દુ:ખની લાગણી અને રોષ ભભૂકી ઊઠયો હતો. જોકે બનાવ ના પગલે ધટના સ્થળે દોડી આવેલ પોલીસ ટીમે મૃતક ધેટાઓને માગૅ પરથી દુર કરી ટ્રાફિક ખુલ્લો કરી ટ્રેઈલર ચાલક ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ ગતરાત્રે વારાહી પાસે પાલનપુર-કંડલા નેશનલ હાઈવે પરથી પસાર થતાં એક ટ્રેઈલર ચાલકે પોતાનું ટ્રેઈલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફોજી કોમ્પ્લેક્ષ નજીક હાઈવે ક્રોસ કરી રહેલા ઘેટાંના ટોળા પર પોતાનુ  ટ્રેઈલર ચડાવી દેતા ધટના સ્થળે 100 થી વધુ ઘેટાઓના મોત નિપજ્યા હતા તો અનેક ઘેટા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામથી વાહનોની કતારો લાગી હતી.તો જીવદયા પ્રેમીઓએ નારાજગી દુ:ખની લાગણી સાથે રોષ વ્યકત કર્યો હતો. બનાવની જાણ વારાહી પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃત ઘેટાંઓને હાઈવે પરથી હટાવી ટ્રાફિક ખુલ્લો કરી ટ્રેલરના ચાલકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર