રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સામે ઉઠ્યા સવાલો

પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સામે ઉઠ્યા સવાલો
અનેક સમસ્યાઓથી ઘેરાયેલા પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન સામે ઉઠ્યા સવાલો; સતત વિવાદોના વમળમાં રહી ગેરરીતીના આક્ષેપોનો સામનો કરનારી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાએ છેડેલા "પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન" સામે નગરજનોએ સવાલો ઉઠાવ્યા છે. પ્રાથમિક સુવિધા આપવાને બદલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છેડી પ્રજાને ગુમરાહ કરનાર પાલિકાને ગેરરીતી મુક્ત બનાવવાની માંગ ઉઠી છે. સફાઈ પાછળ મહિને દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ગંદકીનું સામ્રાજ્ય ધરાવતા પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા નીકળેલા શાસકો સામે લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પાલનપુરમાં કરોડોની ગ્રાન્ટ છતાં રોડ રસ્તાના ઠેકાણા નથી. ગટરો ઉભરાઈ રહી છે. સફાઈ ના નામે ગંદકીનું સમ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. પ્રાથમિક સુવિધાઓના ઠેકાણા નથી. ત્યારે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવા નીકળેલા શાસકો પાલનપુર નગરપાલિકાને ગેરરીતી મુક્ત કરે તેવી માંગ ઉઠી છે. પાલનપુર નગરપાલિકામાં ગેરરીતી વગર કોઈ કામ થતું ન હોવાના આક્ષેપો વચ્ચે ડો.રવિ સોનીએ પાલનપુર નગરપાલિકાને ગેરરીતી મુક્ત બનાવવાની માંગ કરી હતી. જોકે, પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન માત્ર પ્રજાના પરસેવા ના પૈસા વેડફવાનું જ અભિયાન છે. શહેરમાં અનેકવિધ સમસ્યાઓ છે. જેનો ઉકેલ લાવવાનો બદલે પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું તુત શાસકોએ ઉભું કર્યું છે. જે માત્ર સોશિયલ મીડિયામાં જ ચાલે છે. જમીની હકીકતમાં શહેરમાં ઠેરઠેર પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માત્ર પૈસા ખંખેરવા માટેનું સાધન હોવાના આક્ષેપો જગદીશભાઈ ચૌધરી નામના અગ્રણી સહિતના નગરજનો કરી રહ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર