પ્રતિદિન અકસ્માતોની વણજાર સર્જાવા પામી રહી છે. ગુરૂવારના રોજ સિદ્ધપુરના કનેસરા ગામના 77 વર્ષીય કેશવલાલ શંકરલાલ પટેલ કરિયાણાનો સામાન લેવા માટે પોતાના એકટીવા ઉપર સિદ્ધપુર ખાતે આવ્યા હતા ત્યારે સિદ્ધપુર હાઈવે પરથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે પસાર થઈ રહેલા ટ્રક ચાલકે કેશવલાલના એકટીવા ને પાછળથી ટક્કર મારતા કેશવલાલનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડતા અને બનાવની જાણ સિદ્ધપુર પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે લાશને હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સિધ્ધપુર હાઇવે પર એકટીવા ચાલક આધેડ ને ટ્રકે પાછળથી ટક્કર મારતા ધટના સ્થળે મોત નિપજ્યું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Emergency Response#Road Safety Awareness#Victim Identification#Community Reaction#Truck Accident#Legal Action Taken#Local Police Involvement#Careless Driving#Siddhapur Highway Incident#Fatality Report#Traffic Safety Concerns#Road Traffic Accidents
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
9 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
9 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
