સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઇ

૧૯ વર્ષની કિશોરીના વજન-ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ કરી સેનેટરી પેડનું વિતરણ કરાયું; સિદ્ધપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે તા. ૨૮ મે ને બુધવારે “વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત રંગોળી, જન જાગૃતિ રેલી, અને એડોલેશન ગર્લનો વર્કશોપ, ૧૨ થી ૧૯ વર્ષની કિશોરીઓના વજન, ઉંચાઈ અને હિમોગ્લોબીનની તપાસ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
રાજ્ય કક્ષાએથી આવેલ RKSKના નોડલઓફિસર દ્વારા ઉપસ્થિત ૧૨ થી ૧૯ વર્ષ સુધીની કિશોરીઓને માસિક સ્ત્રાવ દરમ્યાન સેનેટરી પેડ અથવા મેનસ્ટુઅલ કપનો ઉપયોગ દર ચાર થી છ કલાકે પેડ બદલવા,જનન અંગોને સ્વચ્છ રાખવા, જનન અંગોને સાફ કરવા ગરમ પાણીનો ઉપયોગ કરવો, સુગંધિત મેનસ્ટુઅલ પોડકટનો વપરાશ ટાળવો, તણાવ ટાળવો, પુરતો આરામ કરવો અને વધુ પડતું પાણી લેવું, સેનેટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો, સ્વચ્છ અને શક્ય હોય ત્યાં સુધી કોટનના જ આંતરિક વસ્ત્રો પહેરવા અને નિયમિત બદલવા, માસિક સ્ત્રાવ દરમ્યાન શારીરિક સ્વચ્છતા જાળવવા પર ખાસ ધ્યાન આપવું, માસિક સ્ત્રાવ વિષે જન જાગૃતિ ફેલાવવી અને અન્ય સ્ત્રીઓને પણ જાગૃત કરવી, માસિક સ્ત્રાવ દરમિયાન કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સમ્પર્ક કરવો જેવી બાબતો પર વિશેષ સમજ આપવામાં આવી હતી. તેમજ ૬૦ જેટલી ૧૨ થી ૧૯ વર્ષની કિશોરીના વજન, ઉંચાઈ,અને હિમોગ્લોબીનની તપાસ કરી કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોડલ ઓફિસર (RKSK) ડૉ.રેખા નાયક, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ .રાહુલ તાલુકા હેલ્થ કચેરી સિદ્ધપુર અને બહોળા પ્રમાણમાં આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Public Awareness Rally#Health Camp#Health Education#Health and Wellness#Siddhapur Taluka#World Menstrual Hygiene Day#Sanitary Pad Distribution#Adolescent Health#Menstrual Hygiene Awareness
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
5 કલાક પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
5 કલાક પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
