રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 ઑગસ્ટ, 2025| Super Admin

નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતગૅત પાટણ કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ ઉજવાયો

નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતગૅત પાટણ કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ ઉજવાયો
જીલ્લા આરોગ્ય અઘિકારીએ કિશોરીઓને પોષણયુકત આહારથી થતા ફાયદા વિશે માહિતી આપી નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ, પાટણ ખાતે શુક્રવારે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ડૉ. નૈસર્ગી પટેલ દ્વારા પર્સનલ હાઇજીન વિશે સમજાવવામાં આવેલ. ડૉ. દિવ્યેશભાઇ પટેલ, અઘિક જીલ્લા આરોગ્ય અઘિકારી દ્વારા બાળકોને આયર્ન ટેબલેટ, ટી.ડી.રસી વિશે સમજણ આપેલ. મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડૉ. વિષ્ણુભાઇ પટેલ દ્વારા કિશોરીઓને પોષણયુકત આહારથી થતા ફાયદા તેમજ જે કિશોરીઓનું હીમોગ્લોબીન ઓછું આવેલ હોય તેવી કિશોરીઓના વાલીને બોલાવીને હિમોગ્લોબીનમાં વઘારો થાય તે માટે એક મીટીંગ રાખવા માટે શાળાના પ્રિન્સીપાલ સાથે ચર્ચા કરવામાં આવી હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત અર્બન પાટણ- ૧ના ફીમેલ હેલ્થ વર્કર દ્વારા શાળાની વિદ્યાર્થીઓનુ હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.બી.એસ.કે. ટીમ દ્વારા વિદ્યાર્થીઓનુ હેલ્થ ચેકઅપ તેમજ વજન અને ઉંચાઇ માપવામાં આવી હતી. તેમજ મંચસ્થ મહેમાનો દ્વારા કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મેડીકલ ઓફીસર ડૉ. વ્રજ પરીખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અલ્કેશ એમ.સોહલ,શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ , અર્બન હેલ્થ ઓફિસ પાટણ -૧ તેમજ શાળાનો સ્ટાફ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો.

સંબંધિત સમાચાર