રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 એપ્રિલ, 2025| Super Admin

નેનાવા પાસે બસ ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રિપલ અકસ્માત

નેનાવા પાસે બસ ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રિપલ અકસ્માત
બસની ટક્કરથી ટ્રેકટર ગટરમાં ખાબક્યુ, અન્ય બાઈક ચાલક પણ બસની પાછળ અથડાયો કોઈ જાનહાની નહિ, તમામનો અદભુત બચાવ, બસ ચાલકને વધુ સારવાર માટે ખસેડાયો; ધાનેરા તાલુકાના નેનાવા ત્રણ રસ્તા પાસે ગઈકાલે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. થરાદથી ધાનેરા તરફ ૪૦ મુસાફરો ભરીને આવતી એસટી બસના ચાલકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ આગળ જતા ટ્રેકટર સાથે ટકરાયું હતું. આથી ટ્રેક્ટર માર્ગની બાજુ આવેલા ગટરમાં ખાબક્યુ હતું. આ અકસ્માત દરમિયાન, બસ ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા બાઈક ચાલક પણ બસ સાથે ભટકાયો હતો. અકસ્માતમાં ટ્રેકટર ચાલક અને બાઈક ચાલકને ઇજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ચાલકને દુખાવો તીવ્ર લાગતાં વધુ સારવાર માટે ૧૦૮ દ્વારા ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો છે. સદનસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરો સંપૂર્ણપણે સલામત હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આ ગટર અગાઉ પણ અનેક વખત અકસ્માતોનું કારણ બની છે અને તંત્ર તરફથી તેનું યોગ્ય નિરાકરણ આજ સુધી મળ્યું નથી.

સંબંધિત સમાચાર