રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા3 એપ્રિલ, 2025| Super Admin

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની હરાજીનો આજથી પ્રારંભ

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે તમાકુની હરાજીનો આજથી પ્રારંભ
પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક એક લાખ બોરીની આવક નોધાઈ; ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આજથી તમાકુની હરાજીનો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક તમાકુની આવક થઈ છે પ્રથમ દિવસે એક લાખ બોરી તમાકુની આવક થઇ છે. બેસ્ટ તમાકુના મણનો ભાવ રૂપિયા 3200 જોવા મળ્યો હતો. ઉનાવા એપીએમસીના પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડુતોને ખરૂં તોલ અને રોકડું નાણું મળી રહે છે. પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતો અહીં માલને હરાજી માટે આવે છે. ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ માર્કેટેયાર્ડ ખાતે આજે તમાકુની હરાજીનો પ્રારંભ થયો છે. જેને લઈ મોટી સંખ્યામાં દૂર દૂર થી ખેડૂતો તમાકુ લઈને આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી. તમાકુની રેકોર્ડ બ્રેક એક લાખ બોરીની આવક નોંધાઈ છે. આજે યોજાયેલ તમાકુના ઊંચો ભાવ રૂપિયા 3200 અને નીચો ભાવ રૂપિયા 1750 સુધીનો જોવા મળ્યો હતો. જ્યારે એવરેજ ભાવ રૂપિયા 2000 થી 2200 સુધીના જોવા મળ્યા હતા. ખેડુતોને પોષણ શ્રમ ભાવો મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો અહીં તમાકુ વેચવા માટે આવે છે. તમાકુની સિઝન બે મહિના ચાલશે જેમાં અંદાજિત 30 લાખ બોરી તમાકુની આવક થવાની ધારણા છે. ઉનાવા એપીએમસીના સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે ઠંડા પાણી અને નજીવા દરે જમવાની ઉત્તમ વ્યવસ્થા યાર્ડ દ્વારા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર