રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા પાલિકાના સેલેબલ પ્લોટ પર દબાણ હટાવવા નાયબ ઈજનેરને લેખિત રજૂઆત

ઊંઝા પાલિકાના સેલેબલ પ્લોટ પર દબાણ હટાવવા નાયબ ઈજનેરને લેખિત રજૂઆત

કરોડોની મિલકતને નુકસાન થતું હોવાનો ઉલ્લેખ કરાયો 

 ઊંઝા શહેરમાં નગરપાલિકાની માલિકીના સેલેબલ પ્લોટ પર દબાણરૂપે સ્થાપિત કરાયેલા વીજ ડીપી ટ્રાન્સફોર્મર તાત્કાલિક દૂર ઊંઝા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશભાઈ પટેલની નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરાઈ છે.  રજૂઆતમાં જણાવ્યા મુજબ, નગરપાલિકાની માલિકીની જમીનનો ઉપયોગ જાહેર હિતના હેતુઓ માટે થવો જોઈએ. સેલેબલ પ્લોટમાં અનધિકૃત રીતે DP ટ્રાન્સફોર્મર મૂકવામાં આવતા પાલિકાની મિલકતને તેની માર્કેટ વેલ્યુ મુજબ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે. પત્રમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 1 થી 7 હેઠળના વિવિધ પ્લોટ અને સ્થળોની વિગતો પણ દર્શાવવામાં આવી છે.

 તેમાં ટીપી સ્કીમ નં. 1 (પ્લોટ નં. 3, 4 ભરત નગર સ્કૂલ પાસે, પ્લોટ નં. 71 મકાના મેદાન, પ્લોટ નં. 260 ટાઉન હોલ), ટીપી સ્કીમ નં. 2 (પ્લોટ નં. 63, બોર બ્રગકુમાર રોડ), ટીપી સ્કીમ નં. 3 (પ્લોટ નં. 107, 124, આંગણવાડ બોર), ટીપી સ્કીમ નં. 4 (પ્લોટ નં. 157, વોટર વર્કસ સંપ પાણીની ટાંકી, પ્લોટ નં. 41 હેલીપેડ, પ્લોટ નં. 357), ટીપી સ્કીમ નં. 5 (પ્લોટ નં. 290, 306), ટીપી સ્કીમ નં. 6 (પ્લોટ નં. 301, ઉદય નગર દપગંગા રોડ, પ્લોટ નં. 224, 227, 294, 80 ફૂટ રિંગ રોડ વોટર વર્કસ) અને ટીપી સ્કીમ નં. 7 (પ્લોટ નં. 249, મકાના મેદાન)નો સમાવેશ થાય છે. અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું જણાવી આ બાબતને ગંભીર ગણાવી છે. સત્વરે કામગીરી હાથ ધરી તેનો રિપોર્ટ ઊંઝા નગરપાલિકા કચેરીએ રજૂ કરવા તાકીદ કરાઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર