રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા આરટીઆઇ ખાતે મહેસાણા આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી સેમિનાર યોજાયો

ઊંઝા આરટીઆઇ ખાતે મહેસાણા આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી સેમિનાર યોજાયો

માર્ગ સલામતીના નિયમો અંગે અપાયું મહત્ત્વનું માર્ગદર્શન

મહેસાણા આર.ટી.ઓ. કચેરી દ્વારા ઊંઝા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકાવવા, ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા અને વાહનચાલકો તેમજ નાગરિકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ કેળવવાના મુખ્ય હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં આસિસ્ટન્ટ આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર ડી.એન. પંચાલ, આર.એમ. સથવારા અને એન.પી.દયમા ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ ઉપસ્થિત લોકોને માર્ગ સલામતીના મહત્ત્વ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે જરૂરી બાબતોથી વાકેફ કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો. ટ્રાફિક સિગ્નલ અને માર્ગના નિયમોનું પાલન કરવું. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો. દારૂ કે અન્ય નશાની હાલતમાં વાહન ન ચલાવવું. વાહનની ગતિ મર્યાદામાં રાખવી. પદયાત્રીઓ અને અન્ય વાહનચાલકોની સલામતીનું ધ્યાન રાખવું. માર્ગ અકસ્માત સમયે તાત્કાલિક મદદ અને પ્રાથમિક સારવારનું મહત્ત્વ સમજાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર