ફાયર ટીમે સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટાળી
ઊંઝા શહેરમાં આજે સવારે 10 થી 11 વાગ્યાના એક જ કલાકના સમયગાળામાં આગની બે અલગ-અલગ ઘટનાઓ બનતા અફરાતફરી અને ઇમરજન્સી જેવો માહોલ સર્જાયો હતો. ઇમરજન્સી નંબર 112 પરથી ઊંઝા ફાયર વિભાગને એકસાથે આગ લાગવાના બે કોલ મળતા તંત્ર દોડતું થયું હતું.
પહેલી ઘટના: દર્શનાર્થીની સ્વિફ્ટ ડિઝાયર કારમાં આગ ઊંઝા સ્થિત સુપ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિરે દર્શન કરવા આવેલા પ્રજ્ઞેશકુમાર અરવિંદભાઈ પટેલની સ્વિફ્ટ ડિઝાયર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. મંદિર પરિસર નજીક કારમાં આગ લાગતા આસપાસના લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
બીજી ઘટના ઘરના મંદિરમાં દીવાની જ્યોતથી આગ પ્રસરી આ જ સમયગાળા દરમિયાન ઊંઝાના હોરવાડ વિસ્તારમાં આવેલી ખજૂરી પોળ ખાતે ઉમિયામાતા ગોખની બાજુમાં રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ પટેલના મકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ, ઘરના મંદિરમાં પ્રગટાવેલા દીવાની જ્યોતને કારણે આગ લાગી હતી, જે જોતજોતામાં આખા ઘરમાં પ્રસરી ગઈ હતી.





