રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડી-છત્રાલ રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે યુવકનું મોત

કડી-છત્રાલ રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે યુવકનું મોત

કડી-છત્રાલ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા એક બેફામ ટ્રકચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવક કડી-છત્રાલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ભારેખમ ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડ્યો હતો.

અકસ્માતને પગલે આસપાસના રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે કડીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર