રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા ગંજબજારમાં જીરાના ભાવ ઘટાડો : ભાવમાં પ્રતિ મણે રૂ 400થી 500 સુધીનો ઘટાડો નોંધાયો

ઊંઝા ગંજબજારમાં જીરાના ભાવ ઘટાડો : ભાવમાં પ્રતિ મણે રૂ 400થી 500 સુધીનો ઘટાડો નોંધાયો

એશિયાના સૌથી મોટા ગંજબજાર એવા ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. દિવાળીના તહેવારો બાદ બજાર ખુલતાની સાથે જ જીરાના ભાવમાં પ્રતિ મણ 400 થી 500  રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવા વાવેતરની શરૂઆત અને નિકાસની ઓછી માંગને કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઊંઝા ગંજબજારમાં હાલ જીરાની આવક અને ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. દિવાળીના વેકેશન પહેલા જીરાનો પ્રતિ 20 કિલોનો ભાવ 5,200 થી 5,500  રૂપિયા સુધી બોલાતો હતો. જોકે, વેકેશન બાદ બજાર ખુલતા જ ભાવમાં પ્રતિ મણે 400 થી 500  રૂપિયા એટલે કે કિલોએ 25 થી 30 રૂપિયાનો સીધો ઘટાડો નોંધાયો છે. હાલ બજારમાં જીરાના ભાવ ઘટીને 4700  થી 4900  રૂપિયાની આસપાસ સ્થિર થયા છે.

વેપારીઓના મતે, અગાઉ ઓછા વરસાદ અને વાયદા બજાર એટલે કે એનસીડેક્સ (NCDEX) માં સટ્ટાકીય તેજીને કારણે હાજર બજારમાં પણ ભાવ ઊંચકાયા હતા. પરંતુ હાલ વિદેશી નિકાસ એટલે કે એક્સપોર્ટની માંગ નબળી પડતા બજાર પર દબાણ વધ્યું છે. હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં રોજની અંદાજે 8 થી 10  હજાર બોરી જીરાની આવક નોંધાઈ રહી છે.

આજના જીરાના ભાવ

26 નવે · પ્રતિ મણ (20 કિલો)
યાર્ડનીચો–ઊંચોસરેરાશફેરફાર
રાધનપુર₹4,220 – ₹5,125₹4,950 ₹24,750/ક્વિ.સ્થિર
ઊંઝા₹4,411 – ₹5,405₹4,930 ₹24,650/ક્વિ.▼40
હારીજ₹4,725 – ₹5,071₹4,898 ₹24,490/ક્વિ.▼27
સમી₹4,700 – ₹4,900₹4,750 ₹23,750/ક્વિ.▼200
થરા₹4,576 – ₹4,900₹4,738 ₹23,690/ક્વિ.▼98
ભાભર₹4,300 – ₹5,116₹4,708 ₹23,540/ક્વિ.▼36
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર