રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઉંઝાની વિદ્યાર્થીની વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં રાજ્ય કક્ષાએ પસંદગી

ઉંઝાની વિદ્યાર્થીની વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં રાજ્ય કક્ષાએ પસંદગી

ઉંઝા જે.એમ.પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એમ.એન.પટેલ કોમર્સ મહિલા કોલેજની બી.કોમ. સેમેસ્ટર-1 ની વિદ્યાર્થીની આસ્થા ઉપેન્દ્રભાઈ વ્યાસે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજ્ય કક્ષાએ પસંદગી મેળવી કોલેજ તેમજ ઉંઝા શહેરનું નામ રોશન કર્યું છે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાયેલી પીપીટી પ્રેઝન્ટેશન કોમ્પિટિશનમાં આસ્થા વ્યાસે પોતાના વિચારો, વક્તવ્ય અને પ્રેઝન્ટેશન કૌશલ્યથી નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. જિલ્લા કક્ષાએ પસંદગી પામી તે હવે રાજ્ય કક્ષાએ ઉંઝાનું પ્રતિનિધિત્વ કરશે. 

આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડૉ.હસમુખભાઈ પટેલ, અધ્યાપકગણ તેમજ સમગ્ર કોલેજ પરિવારે આસ્થા વ્યાસને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી. આસ્થાની આ સફળતા અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ છે. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી જ સૌથી મહત્વની છે. કોલેજને આસ્થા પર ગર્વ છે. આ સફળતાથી કોલેજમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર