રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભરમાં એક મહિનામાં ત્રણ વ્યક્તિઓને સાપે ડંખ માર્યો..!

ભાભરમાં એક મહિનામાં ત્રણ વ્યક્તિઓને સાપે ડંખ માર્યો..!
સરકારી દવાખાનામાં અપુરતી સુવિધાથી લોકોમાં રોષ; ભાભરમાં છેલ્લા એક મહિનામાં માત્ર દરબાર સમાજમાં જ સાપ કરડવાના ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે પણ સરકારી દવાખાનામાં પુરતી સુવિધા અને દવાના અભાવે ત્રણેય દર્દીઓએ પ્રાઈવેટ દવાખાને સારવાર લીધી હોવાનું જાણવા મળ્યું છે. ભાભર જુના વિસ્તારના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા સંગુભા ગોકુભા રાઠોડ રાંધણ છઠ્ઠની સાંજે રેલ્વે પાટા પરથી પસાર થતા હતા ત્યારે પગનાં ભાગે ઝેરી સાપે ડંખ માર્યો હતો. ત્યારબાદ ભાભર નવા વિસ્તારમાં સુઈગામ રોડ ઉપરના ફાર્મ હાઉસમાં એક મહિલાને પગની આંગળીએ કોબ્રા સાપે ડંશ દીધો અને થરા ચાર રસ્તા પાસે ભાભર જુના વિસ્તારમાં રહેતા ટીનુભા ઝેણુભા રાઠોડને તા. ૨૮/૮/૨૫ ના રાત્રે ઘરે સુતા હતા ત્યારે ઝેરી સાપણે હાથ ઉપર ડંખ માર્યો હતો. તેમને પ્રથમ પ્રાઇવેટ દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યાં એક કલાકમાં સાપના ઝેર વિરોધી ઈન્જેકશનો આપી રૂ. ૨૨૦૦૦/ જેટલું બીલ બનાવી પછી તેમને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. સરકારી દવાખાને પણ ઈન્જેકશનો આપ્યાં હોવા છતાં ઝેર કાબુમાં ના આવતાં રિફર કરવાનું કહ્યું હતું. બાદમાં દર્દીને પાટણની પ્રાઈવેટ હોસ્પિટલમાં ત્રણ દિવસથી સારવાર ચાલું છે. તાજેતરના ત્રણેય સાપ ડંખના દર્દીઓ સરકારી દવાખાને પુરતી સુવિધા અને પુરતી દવાના અભાવે પ્રાઈવેટ દવાખાને સારવાર લેવા મજબૂર બન્યા હતા.અને ભાભરમાં ઝેરી સાપ કરડવાથી એક એક દર્દીએ રૂ. ૭૦ થી ૮૦ હજારનો ખર્ચ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.તેથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભાભર સરકારી દવાખાને પુરતી દવાનો જથ્થો અને પુરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર