રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે ત્રણ-ત્રણ બોર ફેલ થતા પાણીના પોકારો પડ્યા

સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે ત્રણ-ત્રણ બોર ફેલ થતા પાણીના પોકારો પડ્યા
પૂર્વ ધારાસભ્યએ પાણીની સમસ્યાના લઈને ગ્રામજનોની મુલાકાત લીધી  : સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે ઉનાળાની સીઝનમાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં હાલ ત્રણ ત્રણ બોર ફેલ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પાણી ની વ્યવસ્થા ઉપલબ્ધ ન બનાવતા ના છૂટકે સમગ્ર ગામની પ્રજાએ પોતાના સ્વખર્ચે પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. તો બીજી બાજુ નર્મદા ના પાણી ની સપ્લાય વ્યવસ્થા અનઘડ વહીવટ કહો કે અધિકારીઓ ની બિન આવડત ના કારણે ગામના સંપ માં પાણી પહોચતા નથી. સમગ્ર ગામની પ્રજા હાલ પાણી માટે ત્રાહિમામ પોકારી રહી છે. આવા ધોમધકતા ઉનાળાની ગરમીમાં પશુપાલન, પ્રાણી અને ગરીબ પ્રજા પાણી વગર ટળવળે છે. એવા સમયે પાણીની સમસ્યા નિવારવા મંગળવારે સિધ્ધપુરના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કાકોશી ગામની રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર ગામના આગેવાનોને સાથે રાખીને પંચાયતના વહીવટદાર, તલાટી,મંત્રી સાથે પાણી ની સમસ્યા મામલે પરામર્શ કરી ક્યાં કઈ ક્ષતિ છે તે અન્વયે અધિકારીથી લઈ લોકોને સાથે સહકારની અપેક્ષાની ચર્ચા કરી પાણીના પ્રશ્ને ગામના લોકોને વ્યવસ્થા કરી આપવા પોતે કટિબદ્ધ હોવાનું જણાવી પાણીની સમસ્યાના પ્રશ્નોના નિરાકરણની તેઓએ ખાતરી આપી હતી.કાકોશી ગામની મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની સાથે તાલુકા પંચાયતના ડેલિકેટો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર