રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર પંથકમાંથી ઓગડ જિલ્લો બનાવવા ૧૦ હજાર અરજીઓ પ્રાંત કચેરીએ અપાઈ

ભાભર પંથકમાંથી ઓગડ જિલ્લો બનાવવા ૧૦ હજાર અરજીઓ પ્રાંત કચેરીએ અપાઈ
હિત રક્ષક સમિતિ અને ઓગડ સમિતિ દ્વારા ઓગડ જિલ્લાની માંગ; રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો વાવ થરાદ જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે ધાનેરા, કાંકરેજ, દિયોદર અને ભાભરમાં નવા જિલ્લા માટે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાવ થરાદ, સુઈગામ તાલુકામાં લોકો અને આગેવાનો વાવ થરાદને આવકારી સરકારનો આભાર માની રહ્યા છે. ધાનેરા અને કાંકરેજ તાલુકાઓને નવો જિલ્લો દુર પડતો હોવાથી બનાસકાંઠામાં જ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે. જ્યારે હિત રક્ષક સમિતિ અને ઓગડ સમિતિ દ્વારા દિયોદર અને ભાભર નવો જિલ્લો ઓગડ જિલ્લો બનાવવા માંગણી કરીને નવા જિલ્લા વાવ થરાદનો વિરોધ કરી રહ્યા છે. તેમજ ધાનેરા ભાભર દિયોદર વિસ્તારના ભાજપને સમર્પિત આગેવાનો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપતા હવે મુદ્દો રાજકીય સ્વરૂપ પકડતો જાય છે. ત્યારે રવિવારે ઓગડ સમિતી ભાભર અને ભાભર હિત રક્ષક સમિતિ દ્વારા ઓગડ જીલ્લાની માંગણી સાથે ૭૫૦૦ હજારથી વધુ વ્યકતીગત અરજીઓ આવી હતી.જ્યારે ભાભર વહેપારી સંગઠનો, સમાજિક સંગઠનો અને ગ્રામ પંચાયતો દ્વારા સૂઈગામ પ્રાંત કલેક્ટર કચેરીમાં અરજીઓ જમાં કરાવી ભાભર માંગે ઓગડ જીલ્લોની માંગ કરી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર