ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી ને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના આગેવાનોની વિશેષઃ ઉપસ્થિત વચ્ચે શહેરના નિર્મળ નગર નગર જવાના રસ્તા ની કેનાલ ઉપરનું નવીન નાળુ બનાવવાનું કામ અને કુમારપાળ સોસાયટી થી ઊંઝા રોડ તરફ જવાની કેનાલ ઉપરના નાળા ની કામગીરી નું ભૂદેવો ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજીત રૂ. ૭૭ લાખ ના ખર્ચે નિર્માણ પામનારા આ બન્ને નાળાના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનો ની સુખાકારી ને ધ્યાનમાં રાખીને અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. અને આ વિકાસ કામો માટે સરકાર દ્રારા સમયાંતરે વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. ત્યારે આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી ને સંતોષવાની સાથે શહેરીજનો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે લાખો રૂપિયાના ખર્ચે આજે બન્ને નાળાની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આગામી ચોમાસા પૂર્વે આ બન્ને નાળાની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ. પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત ખાતમુહૂર્તના કાર્યક્રમ માં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત પાલિકાના નગર સેવકો, સંગઠનના કાર્યકરો, આગેવાનો સહિતવિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાલિકા દ્વારા રૂ.77 લાખના ખર્ચે નિર્માણ પામનાર બે નાળાની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું

ટેગ્સ:#infrastructure development#Public Works#Patan Municipality#Community Participation#Local Leadership#Government Grants#Drain Construction#BJP Development Initiatives#Foundation Stone Laying#Community Welfare#Environmental Management#Patan City Development#Pre-Monsoon Preparations
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગટરની સમસ્યાથી તોબા: લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરના પૂતળા પાણીમાં તરતા મૂક્યા
15 કલાક પહેલા
પાટણપાટણ LCBની મેગા સ્ટ્રાઈક: રથયાત્રા પહેલા હથિયાર બનાવવાની સામગ્રી સાથે 6 શખ્સો પકડાયા
1 દિવસ પહેલા
પાટણકુંભાણામાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી
2 દિવસ પહેલા
પાટણચાણસ્માની ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં શોર્ટ સર્કિટથી આગ, ₹૭ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
