રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

આબુની અરવલ્લીની પહાડીઓનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

આબુની અરવલ્લીની પહાડીઓનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
ઠેરઠેર વહેતા ઝરણાંનો આહલાદક નજારો : પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા બનાસકાંઠા જિલ્લાની બોર્ડરે આવેલ રાજસ્થાનના વિખ્યાત હીલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત આજુબાજુમાં આ વર્ષે અનરાધાર વરસાદ પડયો છે. તેથી આબુની નયનરમ્ય અરવલ્લીની પહાડીઓનું પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઊઠ્યું છે. તેમાં પણ સતત વરસાદના પગલે વ્હોળા વહેતા થઈ ગયા છે. જેથી મૃત અવસ્થામાં પડેલા ઝરણાં પણ સજીવન થઈને ઠેરઠેર વહેતા થઈ ગયા છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જાણે પહાડીઓએ  લીલોતરી ઓઢી લીધી છે. જેથી પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. જેથી દૂર દૂરથી પ્રવાસીઓ પ્રકૃતિના આ આહલાદક નજરાને રૂબરૂ નિરખવા અને માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.તેઓ પહાડીઓ વચ્ચેની લીલોતરીની પ્રાકૃતિક મોજ માણવા સાથે કુદરતી રીતે વહેતા ઝરણામાં ભીંજાવાનો નિજાનંદ પણ ચુકતા નથી.તેથી ખળખળ વહેતા ઝરણાં આકર્ષણ જમાવી રહ્યા છે. ઠંડા અને વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે. તેથી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રવાસીઓ આબુમાં ઉમટી રહ્યા છે. જેથી આબુને જોડતા તમામ રસ્તાઓ ઉપર અને હીલ સ્ટેશનના જોવા લાયક નખી લેક સહિતના સ્થળે માનવ મહેરામણ નજરે પડે છે.

સંબંધિત સમાચાર