રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ7 એપ્રિલ, 2026| Super Admin

ટેકનોલોજીની 'ત્રીજી આંખ' : પાટણ યુનિવર્સિટીમાં સીસીટીવી વોચથી પરિણામની ટકાવારીમાં પ્રભાવિત

ટેકનોલોજીની 'ત્રીજી આંખ' : પાટણ યુનિવર્સિટીમાં સીસીટીવી વોચથી પરિણામની ટકાવારીમાં પ્રભાવિત

પરીક્ષામાં ચોરીના રસ્તા બંધ થતા અનેક વિષયોમાં 5 થી 25% સુધી પરિણામ ઘટ્યુ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી દ્વારા 2025 ની ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષાઓમાં પ્રથમવાર અમલી બનાવેલા "સેન્ટ્રલાઈઝ ઓબ્ઝર્વેશન"ની સીધી અસર હવે પરિણામો પર દેખાઈ રહી છે. યુનિવર્સિટીના પરીક્ષાના ઈતિહાસમાં પ્રથમવાર પેપર વિતરણમાં ટેકનોલોજી સાથે ચુસ્ત નિરીક્ષણ હેઠળ લેવાયેલી પરીક્ષામાં મોટી સંખ્યામાં કોપી કેસ નોંધાયા હતા. આ કડકાઈને કારણે વર્ષ 2024ની સરખામણીએ વર્ષ 2025ના પરિણામોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને M.Sc. CA & IT અને મેથેમેટિક્સ, નર્સિંગ જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનો દેખાવ 5 થી 25 ટકા ગગડયો છે.અત્યાર સુધી પરીક્ષા કેન્દ્રો પર સ્થાનિક સુપરવાઈઝરની દેખરેખ રહેતી હતી.ફ્લાઈંગ સ્કોર્ડ જિલ્લા સ્તરેથી મોકલાતા હતા. પરંતુ 2025માં યુનિવર્સિટીએ એક જ સ્થળેથી કોર્ડીનેટર દ્વારા તમામ સેન્ટરો ઉપર એક ઓબ્ઝર્વ સ્ટેન્ડ બાયરાખી લાઈવ મોનિટરિંગ અને રેન્ડમ સ્ક્વોડ માટે 10 પુરુષો અને 6 મહિલાઓની ફ્લાઈંગ સ્કોર્ડ બનાવી ઓચિંતું સેન્ટરમાં ચેકિંગ થઈ રહ્યું છે. જેના કારણે ગેરરીતિના રસ્તા બંધ થયા છે. જેની સીધી અસર યુનિવર્સિટી ના પરિક્ષાના પરિણામ પર જોવા મળી છે.

સંબંધિત સમાચાર