રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધરણીધરનું ટડાવ ગામ: હવાડા જર્જરિત બનતા અબોલ પશુઓ પાણી માટે તરસ્યા

ધરણીધરનું ટડાવ ગામ: હવાડા જર્જરિત બનતા અબોલ પશુઓ પાણી માટે તરસ્યા

યુવાનો વ્હારે આવ્યા; સફાઈ અને કામચલાઉ સમારકામ કરી પાણીની વ્યવસ્થા કરી

ધરણીધર તાલુકાના ટડાવ ગામે પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામની પ્રાથમિક શાળા નં-૨ પાસે આવેલો હવાડો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવાડાનું તળિયું બિસ્માર થઈ જતાં તેમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નહોતો, જેના કારણે અબોલ પશુઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર ભટકવું પડી રહ્યું હતું.ગામની આ સમસ્યાને લઈ ટડાવના જાગૃત યુવાનો વ્હારે આવ્યા હતા. યુવાનોએ હવાડાની સંપૂર્ણ સફાઈ હાથ ધરી હતી તેમજ પોતાની મહેનતથી તળિયું બાંધવાની કામચલાઉ કામગીરી કરી પશુઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી કરી હતી. યુવાનોની આ કામગીરીને ગામલોકોએ પ્રશંસા કરી હતી.

આ અંગે ડેપ્યુટી સરપંચ અભાભાઈ દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હવાડાની હાલત પંચાયતના ધ્યાન પર છે અને આગામી પંચાયત બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરી નવો મજબૂત આરઆરસી હવાડો બનાવવાનું આયોજન કરવામાં આવશે. જ્યારે સ્થાનિક અગ્રણી પ્રભુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “હવાડો જર્જરિત હોવાથી સતત પાણી લીક થતું હતું. હાલ યુવાનોએ રાહતરૂપ કામગીરી કરી છે, પરંતુ પશુઓને કાયમી સુવિધા મળે તે માટે પંચાયત દ્વારા વહેલી તકે નવો હવાડો બનાવવો જરૂરી છે.”

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર