પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરમાં નાના-મોટા ગુનાઓમાં વાહનોનો ઉપયોગ વધતા પોલીસે આ કાર્યવાહી કરી હતી. પી.આઈ. સહિતના પોલીસ સ્ટાફે બગવાડા દરવાજા પાસે ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનોનું ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કાર અને નંબર પ્લેટ વગરના વાહનો પકડાયા હતા. પોલીસે કારની બ્લેક ફિલ્મ સ્થળ પર જ દૂર કરાવી હતી. કાર ચાલકોને ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર ચાલકોને 300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. પોલીસના આ અચાનક ચેકિંગથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું.
અચાનક ચેકિંગથી વાહન ચાલકોમાં ફફડાટ સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું

ટેગ્સ:#patan#Patan city#public reaction#Fines and Penalties#Traffic Violations#Police Action#Surprise Vehicle Checking#Crime Prevention#Black Film on Vehicles#Vehicle Registration Compliance#Ongoing Enforcement Efforts
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
1 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
1 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
1 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
3 દિવસ પહેલા
