રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા નગરપાલિકા કચરા કૌભાંડ મુદ્દે સીટ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

ડીસા નગરપાલિકા કચરા કૌભાંડ મુદ્દે સીટ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
અનેક પાસાઓ પર તપાસને લઈ મામલો ગરમાયો, આમ પ્રજામાં ઉત્સુકતા ડીસા નગરપાલિકામાં કચરા કૌભાંડ મામલે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રાંત કચેરી ખાતે સીટ સભ્યો પહોંચીને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ અને રેકર્ડ ચકાસણી હાથ ધરવામાં આવી છે.ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને જાહેર રસ્તાઓની સફાઈ કામ બાબતે પાલિકા દ્વારા દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો છે. જોકે એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી કામ કરવામાં આવતું હોવાનું તેમજ ખોટા બિલો રજૂ કરી લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવતું હોવાના અનેક આક્ષેપો થયા હતા. જેમાં પાલિકાના ભાજપના જ સભ્યોએ પણ આ એજન્સી સાથે પાલિકાના કર્મચારીઓ તેમજ સત્તાધીશો પણ મળેલા હોવાના આક્ષેપ કર્યા હતા. જેથી આ બાબતે અખબારી અહેવાલોથી સમગ્ર ડીસામાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા.જેથી આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ માટે ચાર સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ટીમના અધ્યક્ષ તરીકે અંબાજી એરીયા ડેવલોપમેન્ટ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી તેમજ સભ્ય તરીકે ડીસા નાયબ કલેક્ટર, પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્વચ્છ ભારત મિશનના બનાસકાંઠા જિલ્લા કોઓર્ડીનેટરની નિમણૂક કરાઈ હતી.જેમણે આજે  તપાસ શરૂ કરી હતી. તપાસ ટીમ દ્વારા કચરા કૌભાંડમાં સામેલ ટેન્ડર પ્રક્રિયા, નિયમિતતા, ગેરરીતિ અને તેમાં સંકળાયેલા અધિકારીઓ- પદાધિકારીઓની ભૂમિકા જેવા તમામ મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરાશે.આ તપાસના ભાગરૂપે, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ સેનિટેશન શાખા અને વાહન શાખાના કર્મચારીઓને ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ડીસા નગરપાલિકામાં સફાઈ ટેન્ડરને લગતું રેકર્ડ, તેના નિભાવની પ્રક્રિયા અને બિલિંગ રેકર્ડ પણ વિગતવાર તપાસવામાં આવશે.એજન્સી પાસેથી નગરપાલિકાના વાહનો જમા ન લેવામાં આવ્યા, કોનો આદેશ હતો અને કોની બેદરકારી હતી ? તે મુદ્દે પણ સીટ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ મુદ્દો કૌભાંડના મહત્વના પાસાઓ પૈકી એક હોવાનું મનાય છે. નોંધનીય છે કે, આ વિવાદમાં ડીસા પાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી, જેના થોડા સમય બાદ જ તેમની અચાનક હાલોલ ખાતે બદલી કરવામાં આવી હતી. આ બદલી પણ તપાસનો એક મહત્ત્વનો મુદ્દો બની શકે છે.સીટની આ તપાસથી ડીસા નગરપાલિકામાં થયેલા કચરા કૌભાંડના તમામ પાસાઓ બહાર આવશે. અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવી લોકોમાં અપેક્ષા જાગી છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર